Search This Blog

Thursday 19 December 2019

થોડું હસી લો...




💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐


ગાંડો જ લીલોછમ રહી શકે એ ચાહે,
બાવળ હોય કે બાવો (ફકીર)

જતવાડનો જોગી એટલે ગાંડો બાવળ...

હરિયાળા રહેવા માટે જે વરસાદનો મોહતાજ ના હોય એને જિંદગીના કોઇ તડકા સુકવી નથી શકતા ,,,


💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐



નમતી ડાળને કારણ વિના કાપી નાખી પછી, છાંયડાની ખોજમાં જિંદગી કાઢી નાખી !!


💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐


સીધું તું શૂન્યમાંથી સો ગણું કરવાનું રહેવા દે,
અણુમાંથી અચાનક તું ઘણું કરવાનું રહેવા દે.

કબર છે સાવ ટાઢી ને મળી છે જીવના ભોગે,
તું તારી ટેવ માફક તાપણું કરવાનું રહેવા દે.

તૂટી જાશે બધા ટાંકા તિમિરના, સ્પષ્ટતા સાથે
રહે તું મૌન, તું મોંસૂઝણું કરવાનું રહેવા દે.

દિલાસા છે નકામા, અંતે તો મારે સહ્યે છૂટકો
છે કેવળ મારું એને આપણું કરવાનું રહેવા દે.

બધા આ બંધ લોકોમાં ખૂલી જાવું નથી સારું,
તું આ ભીંતોની વચ્ચે બારણું કરવાનું રહેવા દે.

💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

કોણે કીધું ગરીબ છીએ? કોણે કીધું રાંક?
કાં ભૂલીજા, મન રે ભોળા ! આપણા જુદા આંક.

થોડાક નથી સિક્કા પાસે, થોડીક નથી નોટ.
એમાં તે શું બગડી ગયું? એમાં તે શી ખોટ?

ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલંમાલ,
આજનું ખાણું આજ આપેને કાલની વાતો કાલ

ધૂળિયે મારગ કૈંક મળે જો આપણા જેવો સાથ
સુખદુ:ખોની વારતા કે’તા, બાથમાં ભીડી બાથ.

ખુલ્લાં ખેતર અડખે પડખે આઘે નીલું આભ,
વચ્ચે નાનું ગામડું બેઠું; ક્યાંય આવો છે લાભ?

સોનાની તો સાંકડી ગલી,હેતુ ગણતું હેત;
દોઢિયા માટે દોડતા જીવતા જોને પ્રેત

માનવી ભાળી અમથું અમથું આપણું ફોરે વ્હાલ,
નોટને સિક્કા નાખ નદીમાં ધૂળિયે મારગ ચાલ.

💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

શબ્દ જ્યારે પણ સમજણો થાય છે,
અર્થ ત્યારે કંકુવરણો થાય છે.

આમ હળવું ફૂલ છે, તારું સ્મરણ;
આમ રાતે બોજ બમણો થાય છે.

આંસુઓથી એ સતત ભીંજાય છે,
પ્રેમપંથ એથી લપસણો થાય છે.

આ સવારો, સાંજ, પછી રાત પણ,
તું ય કાં સૂરજ, બટકણો થાય છે ?

રોજ નમણું રૂપ સામે જોઈને,
જો અરીસો પણ આ નમણો થાય છે.

💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐



નીરખજે શેરીઓ ને ખુલ્લી નજરો થી 
તને બાળપણ જડશે .....
સાચું કહું મઝા પડશે 👌

પહેલાં પણ જીવતા હતા
 એવું વર્ષો પછી ખબર પડશે ....
 સાચું  કહું  મઝા પડશે 👌

બહુ બહુ તો શું થશે 
એક રજા પડશે 
પણ સાચું કહું .......
મઝા પડશે !!

💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

રોજ મારાથી મને વાંધો પડે,
એટલે મારે મને જોવો પડે.

આ ઝરણ એમ જ નદી બનતા નથી,
દોસ્ત પાણીનેય પરસેવો પડે.

કૈંક તો સારું બધામાં હોય છે,
લીમડાનો છાંયો ના કડવો પડે.

તું દિવસ જીતી ગયાંનો વ્હેમ છોડ,
સાંજે પડછાયો ઘણો મોટો પડે.

સૂર્ય સાથે ચંદ્રને જોશો નહીં,
એક સાથે બેઉનો મોભો પડે.

તું અડે ને એમ લાગે છે મને,
જાણે સૂકા ઘાસ પર તણખો પડે.

તું હવે સરનામું સાચુ આપ, બસ,
રોજ મંદિરનો મને ધક્કો પડે.

💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

મારું મન
   વિપરીત સ્થિતિમાં પણ
       શાંત રહી શકતું હોય ...

હું ખડખડાટ
   હસી શકતો હોઉં
    અને
       ઘસઘસાટ ઊંઘી શકતો હોઉં

મને ભૂખ
  અને થાક
    અને તરસ
       લાગી શકતાં હોય ...

મહારોગ
            કે
દેવું ન હોય ...

મારું પોતાનું એક ઘર હોય અને
એની નીચે મારાં સ્વજનો સાથે 
હું મારી દાલ ~ રોટી
ખાઈ શકતો હોઉં ...

ચાય ની ચૂસકી લેતાં લેતાં  
શનિવારની સાંજે
મને ગમતા મારા મિત્ર કે મિત્રો સાથે બેસી  શકતો હોઉં ...

                તો ...

થૅંક યૂ, ગૉડ !
મારી યોગ્યતા કરતાં તેં મને ઘણું વધારે આપી દીધું છે !!!!

                 અને

જીવનના છેલ્લા દિવસ 
સુધી બસ આટલું રહી શકે તો...

મરતી વખતે હું કહીશ...

💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐


*ધીરે ધીરે એવું કંઇક સમજાય  છે,*
*કાળ ગુપચુપ ઘણું લૂંટતો જાય છે,*

*કહીયે દિલ ની વાતો એવા માણસો,*
*ચુપ થતા જાય છે,ગુમ થતા જાય છે,*

*શ્વાસ થી યે નિકટ જે હતા અબઘડી,*
*આંખ થી સાવ ઓઝલ થતા જાય છે,*

*ડગ સ્વયંભૂ વળી ને જતા જે તરફ,*
*એ ઘરો તૂટતા ખૂટતા જાય છે,*

*કોણ જાણે કયો શાપ લાગી ગયો,*
*લીલાછમ માણસો રણ થતા જાય છે,*

*જે ઘરો માં જઈ સહેજ હળવા થતા,*
*બારણાં એ બધા બંધ થતા જાય છે,*

*ભાઈ કહેતા'તા સાચું તમે,*
*સ્થાન હળવાશના કમ થતા જાય છે.*

💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

ચાહું તો શબ્દો થી વીંધી દઉં, ચાહું તો આંગળી પણ ચીંધી દઉં
જીતવાની કોઈ જીદ નથી એટલે , નૈં તો પ્રેમ થી ભીંજી દઉં..

💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે
ફૂલડાં ડૂબી જતાં ને પથ્થરો તરી જાય છે !

ટળવળે તરસ્યાં, ત્યહાં જે વાદળી વેરણ બને,
તે જ રણમાં ધૂમ મુસળધાર વરસી જાય છે !

ઘરહીણાં ઘૂમે હજારો ઠોકરાતાં ઠેર ઠેર :
ને ગગનચુમ્બી મહાલો જનસૂનાં રહી જાય છે !

દેવડીએ દંડ પામે ચોર મૂઠી જારના :
લાખ ખાંડી લૂંટનારા મહેફીલે મંડાય છે !

કામધેનુને મળે ના એક સૂકું તણખલું,
ને લીલાંછમ ખેતરો સૌ આખલા ચરી જાય છે !

છે ગરીબોના કૂબામાં તેલનું ટીપુંય દોહ્યલું,
ને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે !


💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐


         આંસુઓનો ભવ્ય જે ઈતિહાસ છે એને તમારે વાંચવો પડશે.
અક્ષરો રુપે લખેલો શ્વાસ છે એને તમારે વાંચવો પડશે.

સાવ સીધીને સરળ ભાષા વડે મારા હૃદયનાં તૂટવાનો એક,
કારસો મેં વર્ણવેલો ખાસ છે એને તમારે વાંચવો પડશે.

લોહીથી લથબથ થયેલા લાગણીનાં પ્રેત ભટકે પૃષ્ઠની વચ્ચે,
હાંસિયો પણ લાશનો આભાસ છે એને તમારે વાંચવો પડશે.

સૂર્ય નામે વેદને વાંચ્યા પછી પણ દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત કોને થઈ કહોને,
આગિયામાં સત્યનો અજવાસ છે એને તમારે વાંચવો પડશે.

આ ગઝલને વાંચવાથી કોઈનાં દિલને ખુશી પણ ના મળે એ શક્ય છે,
જીવવા માટે જરૂરી જે બધો બકવાસ છે એને તમારે વાંચવો પડશે.

💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

            વ્યતિત  થયેલાં, અતિત ને  વાગોળુ છું
મારાં માંથી કશુંક, ખોવાયું એ ખોળું છું.

અશ્રુધારથી સહેજે, વ્યથિત પણ નથી,
ખૂંચે છે બીજું, એટલે આંખને ચોળુ છું.


💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

મારે છેતરાવું તુ ને તે મને છેતર્યો,

મારે જુગાર રમવું તું ને તે મને બેસાડ્યો,

મારે કશ ખેંચવી તી ને તે મને સળગતી સિગાર ધરી,

હું તો ખાલી હાથે આવ્યો તો ને તોય તે મને હરાવ્યો. 

💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

મિત્રો બોલાવે પણ જવાનું મન નહિ થાય તો સમજી લો --ઘરડા થઇ રહ્યા છો ..

        🥰😍
વગર કારણે હસતા રમતા ટાબરિયાઓ પર ખીજવાઈ જાઓ તો સમજી લો --ઘરડાં થઇ રહ્યા છો ..

સુમધુર સંગીત ગુંજતું હોય રેડીઓ પર ને માથે બામ ઘસતા હોવ તો સમજી લો --ઘરડાં થઇ રહ્યા છો ..

ધમાલ મસ્તી વાળી ફિલ્મ ની ટીકા કરવા લાગો તો સમજી લો --ઘરડાં થઇ રહ્યા છો ..

મસ્ત મજા ની મેહફીલ જામી હોય ને મિત્રોને સલાહ આપવા લાગો તો સમજી લો --ઘરડા  થઇ રહ્યા છો ..

નવા કપડાં ખરીદવાની ધગશ ઓછી થતી જાય તો સમજી લો --ઘરડા થઇ રહ્યા છો ..

વાત વાતમાં નવજુવાનિયાઓ ની ફેશન પર ટીકાઓ કરવા લાગો તો સમજી લો ---ઘરડા  થઇ રહ્યા છો ..

ગુલાબ ઉપર મંડરાતા ભમરા ને જોઈ કોઈ રોમેન્ટિક ગાયન યાદ ના આવે તો, સમજી લો --ઘરડા થઇ રહ્યા છો ..

રેસ્ટોરન્ટ માં જઈને પણ ઘર ના ભોજન ના વખાણ કરવા લાગો તો સમજી લો --ઘરડા  થઇ રહ્યા છો ..

બેફિકરાઈ છોડી ને માથે ચિંતા ના ટોપલા મુકવા માંડો તો સમજી લો ---ઘરડા થઇ રહ્યા છો ..

વરસાદ પડતો હોય ને ભજીયા ના બદલે છત્રી યાદ આવે તો સમજી લો --ઘરડા થઇ રહ્યા છો...

*સમજી લો તમે ઘરડા થઇ ગયા છો..*

💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

*જો શાંતિ થી જીવવું હોય તો,* 
*બીજા ને બદલવા કરતા*
*પોતાને બદલો..*

*કાંકરા થી બચવા*
*ચપ્પલ પહેરાય સાહેબ,* 

*આખી દુનિયા માં*
*જાજમ ના પથરાય*

💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐